ખોડલધામ મહોત્સવના ત્રીજા દિવસે પણ ભારે જનમેદની ઉમટી, જેમાં મુસ્લિમ સમાજની અલગ-અલગ જમાતના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી. તેમની હાજરીએ કોમી-એકતા અને સદભાવનાનું ઉદાહરણ પુરુ પાડ્યું. અહીં વ્યસનમુક્તિનો કાર્યક્રમ યોજાયો,જેમાં રાજ્યકક્ષાના મંત્રી જયેશ રાદડીયાએ યુવાનોને વ્યસનમુક્તિના શપથ લેવડાવ્યા. એક ભક્તે કોલસાથી ખોડિયાર માતાની પ્રતિમા તૈયાર કરીને આકર્ષણ જમાવ્યું હતું.