ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી પહેલા જ ભાજપ-કોગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે અને ચૂંટણી પહેલા જ તમામ પાર્ટીઓ રાજ્યના મોટા માથાઓને અને સામાજીક અગ્રણીઓને પોતાની તરફ ખેંચી રહ્યા છે. ત્યારે પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ રાજકારણમાં ઝંપ લાવે તેવી અટકળો લગાવાઇ રહી હતી. ત્યાં જ આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ નરેશ પટેલ (Naresh Patel) મામલે બેઠક યોજી હતી. જે બાદ કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, નરેશ પટેલ આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે.