ખોડલધામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો 17 જાન્યુઆરીએ શરુ થશે. મંદિરમાં પ્રતિષ્ઠીત થનારી 21 મૂર્તિઓ અલગ-અલગ શહેરમાંથી શોભાયાત્રારુપે નીકળી કાગવડ પહોંચશે. રાજકોટ શહેરની મુખ્યમૂર્તિ સાથે શોભાયાત્રા 35 થી 40 કિલોમીટર લાંબી હોવાનો અંદાજ છે, જેને લઈને રાજકોટથી કાગવડ જતા નેશનલ હાઈવેને વનવે કરાયો છે.