જામનગરના કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ખરેડી, નપાણીયા ખીજડિયા, પીપર, નાના વડાલામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. કાલાવડના ખરેડી ગામમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાયું છે.
કાલાવાડના ખરેડી ગામમાં ઘૂંટણ સમા પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. તો સ્થાનિક નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદના પગલે અહીં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે