નસીબે યારી આપી અને ખંભાતના પ્રાથમિક શાળાના શિક્ષક હાર્દિકકુમાર રાતોરાત લખપતિ બન્યા. ડિજીધન યોજનાના લકી ડ્રોમાં તેમનો નંબર આવ્યો અને તે 50 લાખ જીત્યા. હાર્દિકે રુ. 1100 ચૂકવવા રુપે કાર્ડનો ઉપયોગ કર્યો અને 50 લાખ કમાણા. વડાપ્રધાન મોદીના હસ્તે યોજાયેલા ડ્રોમાં હાર્દિકનો નંબર લાગ્યો.જોકે, કરોડ રુપિયાનું ઈનામ લાતુરની શ્રદ્ધાને લાગ્યું. તેણે મોબાઈલનો હપતો ભરવા રુપેકાર્ડ વાપર્યું અને તે કરોડપતિ બની.