ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપ નિજ્જરનું નામ પણ સામેલ હતું. મળતી માહિતી મુજબ, હરદીપ નિજ્જરને ગુરુદ્વારામાં ગોળી વાગી હતી, જે બાદ તેનું મોત થયું હતું. તેઓ કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલા હતા