આજે કર્ણાટકના નવા સીએમની જાહેરાત થઈ શકે છે. હજુ સત્તાવાર કોણ CM હશે, તે અંગે કોઈ જાહેરાત થઇ નથી. કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના દાવા વચ્ચે એક ફોર્મ્યુલા તૈયાર કરી છે. કુરુબા સમુદાયમાંથી આવતા સિદ્ધારમૈયાને સીએમ બનાવવામાં આવી શકે છે. તેમના હેઠળ ત્રણ ડેપ્યુટી સીએમ હોઈ શકે છે.
પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો સિદ્ધારમૈયા સાથે
પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો પણ સિદ્ધારમૈયાના નામ સાથે જ આગળ વધતા દેખાઈ છે. જો કે, એક જૂથ એવું પણ છે જે શિવકુમારને સીએમ બનાવવા ઈચ્છે છે. આજે હાઈકમાન્ડ CM ના નામ પર અંતિમ મોહર લગાવી શકે છે.