કેન્દ્ર સરકાર દ્વારા લેટરલ એન્ટ્રી દ્વારા મહત્વના સરકારી પદો પર નિષ્ણાતોની નિમણૂકનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ અંગે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે લેટરલ એન્ટ્રીની જોગવાઈને બંધારણ પર હુમલો ગણાવ્યો છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે વિવિધ વિભાગો અને કેન્દ્રીય મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડેપ્યુટી સેક્રેટરી જેવા મુખ્ય પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા 45 નિષ્ણાતોની નિમણૂકની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણયથી કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ કેન્દ્ર પર પ્રહારો કરી રહ્યા છે અને આ નિર્ણયને બંધારણ વિરોધી અને અનામત વિરોધી ગણાવી રહ્યા છે.