ગાંધીનગરથી હેલિકોપ્ટર મારફતે પીએમ મોદી (narendra modi) સીધા કેવડિયા પહોંચ્યા છે. જ્યાં તેઓ 17 જેટલા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં તેઓનું કેવડિયા આગમન થયું હતું. જ્યાં અધિકારીઓ દ્વારા તેમનુ સ્વાગત કરાયું હતુ. કેવડિયામાં પીએમ મોદી વિકાસ કામોના વિવિધ 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા 4 પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરશે.
સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક ખુલ્લો મૂક્યો
એકતા મોલ બાદ પીએ મોદીએ કેવડિયા કેમ્પસમાં બનાવેલ સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્કનુ ઉદઘાટન કર્યું. પીએમ મોદીને બાળકો સાથે હંમેશા લગાવ રહ્યો છે, તેથી તેમના માટે આ ખાસ પાર્ક બનાવ્યો છે. અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક ૩પ૦૦૦ ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલો છે. જેમાં બાળકો મિની ટ્રેન દ્વારા ૬૦૦ મીટર પ્રવાસ કરે છે. પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, યોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી ૪૭ જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘સહિ પોષણ-દેશ રોશન’ ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર,ભૂલ-ભુલૈયાં પણ છે.
એક્તા મોલમાં ગુર્જરીથી લઈને કાશ્મીર સુધીના હેન્ડીક્રાફ્ટ મળશે
દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને ૩પ,૦૦૦ ચો.ફુટમાં પથરાયેલ વિશાળ એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના જુદાજુદા રાજયોમાંથી ર૦ જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. એકતા મોલમાં દેશના જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલું છે. ત્યારે પીએમ મોદી દ્વારા એક્તા મોલનું ઉદઘાટન કર્યું. તેઓ થોડા સમય માટે એક્તા મોલની વિઝીટ કરીને હેન્ડીક્રાફ્ટની માહિતી મેળવી હતી.