Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ (Keshubhai Patel)ના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર (Funeral) કરવામાં આવશે. તેમના નિધનથી સરકાર તરફથી આજના એક દિવનો રાજકીય શોક જાહેર કર્યો છે. આ અંગે કેબિનેટમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના બીજેપીના નેતાઓએ આજે કેશુભાઈ પટેલના નિવાસ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કેશુભાઈ પટેલના નિવાસ્થાન ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, "આદરણીય કેશુભાઈનું દુઃખદ અવસાનના સમાચાર અમને ગઢડા કાર્યક્રમમાં મળ્યા હતા. તેમના અવસાનથી પાર્ટીએ નક્કી કર્યું છે કે આજના બધા કાર્યક્રમો રદ કરવામાં આવે. અમે કાર્યક્રમ ટૂંકાવીને પરત આવ્યા છીએ. કેશુભાઈના અવસાનથી ગુજરાતના જાહેર જીવનને ભારે ખોટ પડી છે. હું અને કેશુભાઈ બંને રાજકોટના હોવાથી નજીકથી કામ કરવાનો મોકો મળ્યો છે. પરિવાર સાથે પણ સંબંધ રહ્યા છે. કેશુભાઈ એટલી બધી કોઢાસૂઝ ધરાવતા હતા કે સામાન્ય માણસ, ખેડૂત તમામને સમજી શકતા હતા. કિસાનોની સમસ્યાનો ઊંડો આભ્યાસ હતો."
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ