કેરળના અલાપુળા જિલ્લાના તનીરમુક્કમ ગામમાં લોકો કોરોના-ઇન્ફેક્શનથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરે છે. રોગચાળાની શરૂઆતમાં એ વિસ્તાર હૉટસ્પૉટ ગણાતો હતો. કેરળમાં અલાપુળા જિલ્લો ‘અમ્બ્રેલા કૅપિટલ’ તરીકે ઓળખાય છે. એ જિલ્લો ખાસ કરીને ‘પોપી’ નામે ઓળખાતી મોટા કદની છત્રી માટે જાણીતો છે. કેરળના છત્રીબજારમાં અલાપુળાનો ૮૦ ટકા હિસ્સો હોવાનું કહેવાય છે. તનીરમુક્કમ ગામમાંહ વે સૂત્ર અપાયું છે, ‘વરસાદ હોય, તડકો હોય કે રોગચાળો હોય, છત્રી ખોલીને ફરો.’ ગ્રામપંચાયતના પ્રમુખનું કહેવું છે કે બે માણસો છત્રી ખોલીને ઊભા રહે તો આપોઆપ ઓછામાં ઓછું એક મીટરનું અંતર તો રહે જ છે.
તનીરમુક્કમ ગામમાં 15,000 જેટલાં ઘર અને 50,000જેટલી વસ્તી છે. ગામમાં ગરીબ પરિવાર ઘણા છે. તેમને છત્રીઓ ખરીદવામાં મુશ્કેલી ન પડે એ માટે ગ્રામપંચાયતે સરકાર પાસેથી સબસિડી માગી અને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સના સભ્યોને માસિક હપ્તે છત્રી આપવાનું નક્કી કરવામાં આવ્યું. રાજ્ય સરકારની સબસિડી સાથે વેચાતી છત્રીઓ 20, 50 કે 70 રૂપિયામાં વેચાય છે. હપ્તા પર છત્રી લેનારાઓ 150 રૂપિયાની છત્રીની કિંમત દર મહિને 10 રૂપિયાનો હપ્તો 15 મહિના સુધી ચૂકવે છે.