કેરળનું પ્રસિદ્ધ સબરીમાલા મંદિર શનિવાર એટલે કે 17મી જુલાઈથી 5 દિવસ માટે ખોલી દેવાયું છે. મંદિરને માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું છે. જોકે આ દરમિયાન દરરોજ 5,000 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. પરંતુ આ માટે તેમણે ઓનલાઈન બુકિંગ કરવું પડશે. આ મંદિર 21 જુલાઈ સુધી ખુલ્લુ રહેશે. કોરોનાની બીજી લહેર બાદ સબરીમાલા મંદિર પહેલી વખત ખુલ્યું છે.
ખાસ વાત એ છે કે, જે લોકો મંદિરમાં દર્શન કરવા ઈચ્છે છે તેમણે કોરોના વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ આપવું પડશે અથવા 48 કલાક પહેલા સુધીનો કોરોના આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ પણ આપવો પડશે.