છેલ્લા 28 મહિનાથી લખનઉની જેલમાં બંધ કેરળના પત્રકાર સિદ્દીકી કપ્પનને આખરે મુક્ત કરી દેવામાં આવ્યો છે. તેની સામે આતંકી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે પરંતુ આજે તેને લખનઉ જેલમાં મુક્ત કરવામાં આવ્યો છે. કપ્પનની ઉત્તર પ્રદેશના હાથરસ શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં એક દલિત મહિલાની કથિત રેપ બાદ હત્યા કરી દેવામાં આવી હતી.