લોકસભા ચૂંટણી બાદ પહેલી વાર પીએમ મોદી કેરળ આવ્યા છે. ગુરુવાયુરપ્પન મંદિરમાં પૂજા અર્ચના બાદ પીએમ મોદીએ એક જનસભાને સંબોધિત કરી હતી. મોદીએ કહ્યું કે ઘણા રાજકીય પંડિતો વિચારે છે કે કેરળમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી તેમ છતાં પણ મોદી ધન્યવાદ કરવા આવ્યાં. હું તેમને કહેવા માગં છું કે મારે માટે કેરળ પણ બનારસ જેટલું પોતીકું છે. જે અમને જીતાડે છે તેઓ પણ અમારા જ છે, જે આ વખતે અમને જીતાડવામાં ચૂકી ગયા તે પણ અમારા જ છે. ગુરુવાયુરપ્પનમાં પીએમ મોદીએ લોકશાહીના ઉત્સવમાં ભાગ લેવા બદલ કેરળના લોકોનો આભાર માન્યો. મોદીએ કહ્યું કે જનતા જર્નાદન ઈશ્વરનું રૂપ છે. રાજકીય પક્ષો જનતાના મિજાજને નથી ઓળખી શક્યા પરંતુ જનતાએ ભાજપ અને એનડીએને પ્રચંડ જનાદેશ આપ્યો છે. હું માથું ઝુકાવીને જનતાને નમન કરું છું. ગુરુવાયુરપ્પન પુણ્યભૂમિ છે.