બિનભાજપ રાજ્યો પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સાથે કેરળ પણ જોડાયું છે. બુધવારે કેરળ સરકારે પણ સીબીઆઇ તપાસ માટે આપેલી સામાન્ય સહમતી પાછી ખેંચી લીધી હતી. તેને પગલે સીબીઆઇએ હવે રાજ્યમાં કોઈ કેસ નોંધવા માટે રાજ્ય સરકારની અગાઉથી પરવાનગી મેળવવી પડશે. કેટલાક સમયથી આ મુદ્દે નિર્ણય લેવા વિચારણા ચાલતી હતી. બુધવારે રાજ્યની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. તાજેતરમાં મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારે પણ રાજ્યમાં સીબીઆઇની તપાસને બ્લોક કરવાનો નિર્ણય કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી ખળભળાટ મચ્યો હતો કેમ કે સીબીઆઇએ મહારાષ્ટ્રના ટીઆરપી કૌભાંડમાં તપાસ કરવાનો નિર્ણય કર્યો તેના એક દિવસ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર કેન્દ્ર સરકાર સાથે અનેક મોરચે લડી રહી છે ત્યારે તેણે સીબીઆઇને રાજ્યમાં તપાસ કરતાં અટકાવી છે તેને કેન્દ્ર સામેના વિરોધ તરીકે જોવામાં આવે છે.