કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડતાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એ ઉપરાંત ભૂસ્ખલનની ઘટના પણ બની હતી. વરસાદી અકસ્માતોના કારણે છ લોકોનાં મોત થયા હતા. તે સિવાય ૧૨ જેટલાં લોકો લાપતા બનતા તેમની ભાળ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાહત કામગીરી માટે રાજ્ય સરકારે સૈન્યની મદદ લીધી છે.
કેરળના કોટ્ટાયમ, ઈડુક્કી સહિતના પાંચ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદ પડવાથી કોટ્ટાયમ અને ઈડુક્કીમાં પૂરપ્રકોપ સર્જાયો હતો. અસંખ્ય લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. કોટ્ટાયમ જિલ્લામાં ૬૦ લોકો ભયાનક પૂરમાં ફસાઈ ગયા હોવાથી તેમને સલામત રીતે બહાર કાઢવાનું ઓપરેશન હાથ ધરાયું હતું. રાજ્ય સરકારે બચાવ કામગીરી માટે એરફોર્સ અને સૈન્યની મદદ લીધી હતી.