ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સતત 8મી વખત વ્યાજદરમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંકનું ફોકસ અત્યારે ફુગાવાને કાબૂમાં લેવા પર છે. આરબીઆઈના આ નિર્ણયથી સામાન્ય લોકોની લોનની EMI વધશે નહીં. નવી નાણાકીય નીતિ શુક્રવારે 7 જૂને જાહેર કરવામાં આવી છે. દાસે સતત 8મી વખત રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. આ પહેલા છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.