ભારતીય ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશના ફોટા લગાવવા મુદ્દે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. જેનો સ્ક્રીનશૉટ તેમણે શેર કર્યો છે. સીએમ કેજરીવાલે પીએમ મોદીને લખેલા પત્રનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યુ કે, મે 130 કરોડ ભારતીયો વતી વડાપ્રધાનને પત્ર લખીને વિનંતી કરી છે કે ભારતીય ચલણ પર મહાત્મા ગાંધીજી સાથે લક્ષ્મી-ગણેશજીનો પણ ફોટો લગાવવામાં આવે.