દિલ્હીની જનતાને મંગળવારે તેમના નવા મુખ્યમંત્રી મળ્યા. અરવિંદ કેજરીવાલના રાજીનામાની સાથે જ દિલ્હીની કમાન આતિષીના હાથમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ અરવિંદ કેજરીવાલ પણ તમામ સુવિધાઓ છોડી દેશે. આતિષીના સીએમ બન્યાના બીજા દિવસે આજે સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે મીડિયા દ્વારા જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ આગામી એક સપ્તાહમાં સરકારી આવાસ ખાલી કરશે. સંજય સિંહે કહ્યું કે કેજરીવાલ હવે જનતાની અદાલતમાં જશે અને તેમની પાસેથી ઈમાનદારીનું પ્રમાણપત્ર માંગશે.