તાજેતરમાં જ ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આતંકવાદી ગણાવ્યા હતા. જે અંગે કેજરીવાલે આજે એક નિવેદન આપતા કહ્યું કે, આ વાતથી મને ખૂબ જ ઠેસ પહોંચી છે કેમકે મેં મારા પરિવાર માટે કંઇ પણ કર્યા વગર પોતાને દેશ માટે સમપર્તિ કરી દીધો. IITના મારા 80 ટકા બેચમેટ વિદેશ જતા રહ્યા છે અને મેં ઈનકમ ટેક્સ કમિશ્નરની નોકરી છોડી દીધી. હું આ નિર્ણય દિલ્હીની પ્રજા પર છોડું છે. જો તેઓ મને આતંકવાદી માને છે તો 8 ફેબ્રુઆરીએ કમળનું બટન દબાવે અને જો તેમને લાગે છે તે મેં દિલ્હી માટે, દેશ માટે, લોકો માટે કામ કર્યું છે તો આમ આદમી પાર્ટીને મત આપે.