દિલ્હીના મુખ્ય સચિવ રહી ચુકેલા અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અન્ય લોકોને ભારે મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે બુધવારે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત અન્ય 9 ધારાસભ્યોને નિર્દોષ જાહેર કર્યા છે.
આ ચુકાદો આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી અને સત્યમેવ જયતે એમ લખ્યું હતું. જોકે કોર્ટે આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને આપના ધારાસભ્ય પ્રકાશ જરવાલ પર આરોપો નિર્ધારિત કર્યા છે.