દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે, ત્યારે મતગણતરી માટે 11 જિલ્લાઓના 19 કેન્દ્રો પર ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સમગ્ર દેશની નજર તેના પર છે કે શું અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) સતત ત્રીજી વખત વિજય મેળવશે કે પછી ભાજપ 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં આવશે. વળી કોંગ્રેસ પણ આ વખતે ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવાની આશા રાખી રહી છે, કારણ કે છેલ્લી બે ચૂંટણીઓમાં તે એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ ગઈ છે. આ ત્રણેય પાર્ટીઓને આશા છે કે તેઓ આ વખતે દિલ્હી જીતવામાં સફળ થશે.