AAP હવે રાષ્ટ્રીય પાર્ટી, એનસીપી અને ટીએમસીનો દરજ્જો છીનવાયો. શરદ પવારની નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)નો હવે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો રહ્યો નથી, જ્યારે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે. સોમવારે ચૂંટણીપંચે રાષ્ટ્રીય પાર્ટીઓની એક નવી સૂચિ જાહેર કરી છે, જેમાં કૉમ્યુનિસ્ટી પાર્ટી ઑફ ઇન્ડિયા (સીપીઆઈ) અને મમતા બેનરજીની ટીએમસીને પણ આ સૂચિમાં બહાર કરી દીધી છે.