દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર સામે આમ આદમી પાર્ટીના જ સાંસદ સ્વાતિ માલિવાલે મારપીટ વગેરેની ફરિયાદ કરી છે. આ મામલાને લઇને રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કેજરીવાલના પીએને હાજર થવા નોટિસ મોકલવામાં આવી હતી. જોકે તેઓ હાજર નહોતા રહ્યા. જેને પગલે બાદમાં મહિલા પંચની ટીમ દિલ્હી પોલીસ સાથે ફરી નોટિસ આપવા ગઇ હતી, જોકે તેનો સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી. જેથી બાદમાં ગેટ પર જ નોટિસ લગાવી દેવામાં આવી હતી.