મની લોન્ડ્રીંગ કેસમાં તિહાડ જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધું એક વીડિયો સામે આવ્યો છે. મસાજવાળા વીડિયો બાદ હવે સત્યેન્દ્ર જૈન હોટલની માફક ખાવાનું ખાતા હોય તેવા સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. તિહાજ જેલના સૂત્રો પાસેથી મળેલા આ સીસીટીવી ફુટેજમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને જેલમાં શાનદાર ભોજન મળતું હોવાનું દેખાઈ રહ્યું છે. આ વીડિયોમાં પેટભરીને ખાવાનું ખાતા હોય તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે તેમના વકીલે દાવો કર્યો છે કે, સત્યેન્દ્ર જૈનને યોગ્ય ભોજન નથી મળતું.