દિલ્હીમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે કથિત દારૂ કૌભાંડ ફરી એક વખત આપ સરકાર માટે મુશ્કેલી સર્જે તેવી આશંકા સેવાઈ રહી છે. કેગનો રિપોર્ટ લીક થયો હોવાનો દાવો કરતા ભાજપે આક્ષેપ કર્યો છે કે શાસક આમ આદમી પાર્ટીની દારૂ નીતિના કૌભાંડથી રાજ્યને રૂ. ૨,૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. નવી દારૂ નીતિ ઘડવા માટે આપના અનેક નેતાઓને લાંચ મળી હતી. જોકે, આ મુદ્દા પર આપે પલટવાર કરતા ભાજપને સવાલ કર્યો કે કેગનો આ રિપોર્ટ ક્યાં છે?