દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે (26 જૂન) રાઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા. જ્યાં લિકર પોલિસી કેસમાં મામલે સુનાવણી હાથ ધરવામાં આવી રહી હતી. ત્યારે સુનાવણી દરમિયાન કેજરીવાલની અચાનક તબીયત લથડી છે.સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયા બાદ કેજરીવાલને રાઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં લિકર પોલિસી કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન કેજરીવાલની તબિયત લથડી છે.સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અરવિંદ કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે 'તેમનું શુગર લેવલ નીચે જઈ રહ્યું છે. તે નર્વસ ફીલ કરી રહ્યા છે.' ત્યારબાદ કેજરીવાલને કોર્ટ રૂમમાંથી બહાર બીજા રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.