દિલ્હી લિકર પોલિસી કેસમાં 177 દિવસ બાદ જેલથી છૂટ્યા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પાર્ટીના કાર્યાલયે પહોંચ્યા હતા અને આપના કાર્યકરોમાં ફરી જોશ પૂરવાનું કામ કરતાં સભાને સંબોધી હતી. આ દરમિયાન તેઓ આક્રમક મૂડમાં દેખાયા અને સીધા જ ભાજપ પર આક્રમક પ્રહાર કર્યા. આ દરમિયાન તેમણે મોટી જાહેરાત કરી કે, 'હું બે દિવસ બાદ સીએમની ખુરશી પરથી રાજીનામું આપી દઇશ.'