દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમની સામે તેમની પત્ની સુનીતા કેજરીવાલ પણ કોર્ટ પહોંચ્યા હતા. અગાઉ તેમની કસ્ટડી 1 એપ્રિલ સુધી આગળ ધપાવવામાં આવી હતી. સૂત્રો અનુસાર આજે ઈડી તેમની કસ્ટડી વધારવાની માગ નહીં કરે તેવી આશંકા છે. કોર્ટમાં જતી વખતે કેજરીવાલે પીએમ મોદી સામે નિશાન તાકતાં કહ્યું હતું કે પીએમ મોદી જે કરી રહ્યા છે તે ઠીક નથી. આ દેશ માટેે સારુંં નથી. કોર્ટે સુનાવણી દરમિયાન ઈડીની માગને સ્વીકારતાં કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેેેેેવાનો આદેશ આપ્યો હતો. હવે તેમને તિહાડ જેલમાં મોકલી દેવાશે.