આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે અમદાવાદ પહોંચ્યા છે. સવારે સાબરમતી આશ્રમ ખાતે તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નમન કર્યા હતા અને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.
આ ઉપરાંત બંને મુખ્યમંત્રીઓએ આશ્રમમાં ચરખો પણ કાંત્યો હતો. સાંજે તેઓ 2 કિમીનો રોડ શો કરશે જેને પાર્ટીએ 'તિરંગા યાત્રા' એવું નામ આપ્યું છે. રવિવારે અમદાવાદના સ્વામીનારાયણ મંદિર ખાતે દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.