દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી આંધ્ર પ્રદેશ અને તેલંગાણાથી દિલ્હી આવનારા લોકોએ 14 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઈન થવું પડશે. આ માટે કેજરીવાલ સરકારે સરકારી અને પેઈડ ક્વોરેન્ટાઈન ફેસિલિટી પણ ચિહ્નિત કરી છે.
જો કે, જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધેલા હશે તેઓ બંને ડોઝનું સર્ટિફિકેટ બતાવશે અથવા છેલ્લા 72 કલાકનો RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવનાર માટે 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઈન ફરજિયાત રહેશે. જો કોઈ વ્યક્તિ પાસે હોમ ક્વોરેન્ટાઈન થવા માટેની સુવિધા નહીં હોય તો તે સરકાર દ્વારા ચિહ્નિત કરવામાં આવેલી સરકારી અથવા પેઈડ ફેસિલિટીમાં 7 દિવસ માટે ક્વોરેન્ટાઈન રહી શકશે.