દિલ્હી સરકારે કરેલા એક નિર્ણય અનુસાર જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મળનાર રાશનને સીલબંધ પેકેટમાં હોમ ડિલિવરી કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ અંગે જણાવ્યું હતું કે રાશનની ચોરી થવી એ સ્વભાવિક છે પરંતુ અમારો પ્રયાસ છે કે લાભાર્થીઓને તેનો લાભ પહોંચે. જોકે દિલ્હી સરકારના આ પ્રસ્તાવને ઉપ-રાજ્યપાલની મંજૂરી મળવાની બાકી છે.