દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. ત્રણ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને હવે બે દિવસ પછી સોમવારે ચોથા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે ૧ જૂન સુધી વચગાળાના શરતી જામીન આપ્યા છે. જોકે, આ સાથે સુપ્રીમે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર સીએમ ઓફિસમાં જવા, સરકારી દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે તેમને બે જૂને આત્મસમર્પણ કરવા આદેશ આપ્યો છે.