મોરબીની મચ્છુ નદી પર બનેલા ઝુલતો પુલ તૂટી પડયા બાદ 141 લોકોના થયેલા મોત બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના બધા કાર્યક્રમો રદ કરી દીધા છે. કેજરીવાલે હરિયાણાના આદમપુરનો રોડ શો પણ કેન્સલ કરી દીધો છે. તેઓ આજે હરિયાણાના આદમપુરમાં પેટાચૂંટણી માટે રોડ શો કરવાના હતા. આદમપુર વિધાનસભા સીટ કોંગ્રેસ એમએલએ કુલદીપ બિશ્નોઈએ રાજીનામુ આપ્યા ખાલી પડી છે.