દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકતા નથી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ વાત સ્પષ્ટ કહી છે. કથિત દારૂ કૌભાંડમાં પકડાયેલા કેજરીવાલે રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે. હવે એલજી વીકે સક્સેનાના જવાબ બાદ દિલ્હી સરકાર અને રાજભવન વચ્ચે સંઘર્ષ વધી શકે છે. સરકારનું કામ કેવી રીતે આગળ વધશે તે જોવું પણ રસપ્રદ બન્યું છે.