-
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પંજાબી છે. પરંતુ કોઇ તેમને પંજાબીઓના સીએમ કહે તો મંજૂર નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે હરિયાણામાં તેમની આપ પાર્ટીના 70 જેટલા કાર્યકરોને પોલીસે એટલા માટે અટકાયત અને હેરાન કર્યા કે તેમણે ખટ્ટરને પંજાબી સીએમ કહ્યાં હતા. એટલુ જ નહીં હરિયાણમાં સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે જ અખબારોમાં જાહેરાતો છપાવી હતી કે 52 વર્ષ પછી હરિયાણાને પ્રથમ પંજાબી સીએમ મળ્યા છે. આપના કાર્યકરોએ તેને ટાંકીને ફેસબુકમાં એમ લખ્યું કે ખટ્ટરની સરકાર માત્ર પંજાબીઓ માટે જ કામ કરે છે. આ પોસ્ટને લઇને પોલીસે 70 કાર્યકરોની અટકાયત કરી હતી.