ચીને ગત ઓગસ્ટમાં સમગ્ર વિશ્વને અંધારામાં રાખી અંતરિક્ષમાંથી હાઇપરસોનિક પરમાણુ મિસાઇલનું પરિક્ષણ કર્યુ છે. બ્રિટીશ અખબાર ફાયનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આ પરમાણુ હથિયારથી સજ્જ મિસાઇલને અંતરિક્ષની નીચલી કક્ષામાં મોકવવામાં આવી હતી.
અહીંથી મિસાઇલે પૃથ્વીનું એક ચક્કર લગાવ્યું હતું અને ત્યારબાદ તેના નિશાન તરફ ત્રાટકી હતી. અહેવાલ પ્રમાણે આ પરિક્ષણ સંપૂર્ણ સફળ નહોતું રહ્યું પરંતુ ચીનના આ મોટા પગલાં વિશે જગત જમાદાર અમેરિકાને પણ કોઇ જાણકારી નહોતી. જેનાં કારણે અત્યારે અમેરિકા સહિતના દેશોની ગુપ્તચર સંસ્થાઓ આશ્ચર્યમાં છે.