બિહારના નવા ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વચ્ચે ટ્વિટરમાં તું-તું મં મેં થયું હતું. ગિરિરાજ સિંહે તેજસ્વીનો જૂનો વીડિયો શેર કરીને કટાક્ષ કર્યો હતો, એ પછી તેજસ્વીએ પણ આક્રમક જવાબ આપ્યો હતો.
૨૦૨૦માં બિહારની વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલતો હતો ત્યારે તેજસ્વી યાદવે કહ્યું હતું કે જો હું મુખ્યમંત્રી બનીશ તો ૧૦ લાખ યુવાનોને રોજગારી આપીશ. એ પછી તાજેતરના એક મીડિયા ઈન્ટરવ્યૂમાં તેજસ્વીને પૂછાયું હતું કે ૧૦ લાખ લોકોને બિહારની નવી સરકાર રોજગારી આપશે? જવાબમાં તેજસ્વીએ કહ્યું હતું કે ૧૦ લાખ નોકરીઓ હું મુખ્યમંત્રી બનું તો સર્જાવાની હતી, પરંતુ અત્યારે તો હું ઉપમુખ્યમંત્રી છું. વીડિયોનો આટલો નાનકડો ટૂકડો શેર કરીને ગિરિરાજે કટાક્ષ કર્યો હતો.