કોરોના વાઇરસની બીજી લહેરની મહામારી વચ્ચે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે જુદી જુદી કંપનીઓ દ્વારા રસીના ભાવ પણ જુદા જુદા રાખવામાં આવ્યા છે. એવામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે પુરા દેશમાં જે પણ રસીઓ આપવામાં આવી રહી છે તે દરેકનો ભાવ એક સરખો જ હોવો જોઇએ.
સાથે જ કોરોના સંલગ્ન અન્ય મુદ્દાઓ પર પણ સુનાવણી કરી હતી. હાલ 18થી 45 વર્ષની વયના લોકોએ રસી લેવી હોય તો પહેલા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. જે મુદ્દે પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.