વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ઉત્તરાખંડમાં બે રોપવેને મંજૂરી આપી છે. જેમાં સોનપ્રયાગથી કેદારનાથ સુધી ૧૨.૯ કિમી લાંબા રોપવે પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે જેની પાછળ આશરે આશરે ચાર હજાર કરોડનો ખર્ચ થઇ શકે છે. આ રોપવે ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાંસફર (ડીબીએફઓટી) મોડલ પર તૈયાર કરવામાં આવશે. જેમાં દરરોજ આશરે ૧૮ હજાર જેટલા શ્રદ્ધાળુઓને લાવવા લઇ જવાની ક્ષમતા હશે. જ્યારે અન્ય એક રોપવે પ્રોજેક્ટ ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી સુધી શરૂ કરાશે. આ બન્ને રોપવે પાછળ આશરે ૬૮૧૧ કરોડ રૂપિયાનો ખર્ચો થશે.