વડગામ તાલુકામાં વાસ્મો યોજના હેઠળ ગામે ગામ પશુ પક્ષીઓને પીવાનુ પાણી મળી રહે તેવા ઉદેશ સાથે હવાડા બનાવવામાં આવ્યા છે. પણ આ હવાડાઓમાં પાણી ભરવા માટેની કોઈ જ વ્યવસ્થા ન કરાતા કેટલાક ગામોમાં હવાડા બનાવ્યા બાદ ટીપુ પાણીએ હવાડામાં ભરવામાં આવ્યુ નથી. બનાવ્યા ત્યારથી આજદીન સુધી પાણી ન ભરાતા કેટલાક હવાડા કોરાધાકોર જોવા મળી રહ્યા છે. હવાડા પાસેથી પાણી પીવા માટે જતા પશુ પક્ષીઓ પાણી વગર નિસાસો નાખીને પીવાના પાણી માટે ટળવળતા હોય છે.