હિન્દી પ્રદેશોમાં 22મી જુલાઈથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. સાવનનાં પ્રથમ દિવસથી કાવડ યાત્રા ( Kawad Yatra ) નો પ્રારંભ થશે. કાવડ તીર્થયાત્રીઓ હરિદ્વાર જવા રવાના થશે, પરંતુ યાત્રા પહેલા યુપી પોલીસના એક આદેશે વિવાદને ગરમ કરી દીધો છે. યોગી સરકારે કાવડ યાત્રાના માર્ગ પરના દુકાનદારો માટે આદેશ જારી કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ દુકાનો અને રેંકડી પર તેમના નામ લખવા જોઈએ જેથી કાવડ યાત્રીઓ જાણી શકે કે તેઓ કઈ દુકાનમાંથી સામાન ખરીદી રહ્યા છે.