દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સીબીઆઇ દ્વારા ધરપકડ બાદ હવે ઇડીએ દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથીત કૌભાંડ મુદ્દે બીઆરએસના નેતા કે કવિતાની નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના પુત્રી કવિતાને ઇડીએ પૂછપરછ માટે બોલાવતા તેઓ દિલ્હી સ્થિત એજન્સીના હેડક્વાર્ટપ પર સવારે ૧૧ વાગ્યે પહોંચી ગયા હતા, જ્યારે રાત્રે આઠ વાગ્યે તેઓ ઓફિસમાંથી બહાર આવ્યા હતા. એટલે કે નવ કલાક સુધી ઇડીએ આ સમગ્ર મામલે આકરી પૂછપરછ કરી હોવાના અહેવાલો છે.