બીઆરએસ નેતા કે કવિતાએ અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદીયા સહિતના આપના ટોચના નેતાઓ સાથે મળીને દિલ્હી એકસાઇઝ નીતિનો લાભ ઉઠાવવા માટે કાવતરું ઘડયું હતું તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. ઇડીએ આરોપ મૂક્યો છે કે આ માટે દિલ્હીના શાસક પક્ષને ૧૦૦ કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા હતાં.