લોક સાહિત્ય અને ચારણી સાહિત્યક્ષેત્રના વર્ષ 2017ના કવિ કાગ એવોર્ડની ઘોષણા કરાઈ છે. કચ્છના ઠારીયા ભગતને મરણોત્તર એવોર્ડ તેમ જ ગુજરાતી લોકગાયક મેરાણ ગઢવીને એવોર્ડ એનાયત થશે. આ ઉપરાંત લોકકલાકાર માયાભાઈ આહીર, લોકવિદ્યાના વિદ્વાન વસંતદાસ હરિયાણી અને રાજસ્થાની ચારણી સાહિત્યના અભ્યાસી ડો.કલ્યાણસિંહ શેખાવતની પણ પસંદગી કરાઈ છે. 2 માર્ચે મજાદર(કાગધામ)માં મોરારિબાપુના હસ્તે આ એવોર્ડ એનાયત થશે.