કાશ્મીરી પંડિતોએ 1989-90ના નરસંહારની તપાસ માટે ફરી એક વખત સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કાશ્મીરી પંડિતોની સંસ્થા 'રૂટ્સ ઈન કાશ્મીર'એ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરીને આ કેસની ફરીથી તપાસ કરવાની માગ કરી છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, નરસંહારના 27 વર્ષ પછી પુરાવા એકત્ર કરવા મુશ્કેલ છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી નવી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે 33 વર્ષ બાદ 1984ના રમખાણોની તપાસ કરાવી છે. આવું જ આ કેસમાં પણ કરવું જોઈએ.