સમગ્ર દેશમાં આજે ખુશીનો માહોલ છે. વર્ષોથી કાશ્મીરના પ્રશ્ને દેશમાં જે ચિંતા અને ઉચાટનું વાતાવરણ હતું અને દેશભરનાં નાગરિકો કાશ્મીરમાં પનપતા આતંકવાદથી પરેશાન હતાં તેનાથી હવે છુટકારો મળશે તેવી આશા બંધાઇ છે. રાજ્યસભામાં જ્યારે કાશ્મીરને વિશેષ અધિકારો આપતી બંધારણીય કલમ ૩૭૦ને રદ કરી કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યો ત્યારે દેશની જનતાને આ વાત માન્યામાં આવતી ન હતી. જનતાને સુખદ આૃર્યનો એક આંચકો લાગ્યો હતો.
છેલ્લા ૭૦ વર્ષોથી દેશ જોતો હતો કે કાશ્મીર કયા રસ્તે જઇ રહ્યું છે. દિવસે દિવસે કાશ્મીર અને ભારતનું જોડાણ નબળું પડતું હતું. કાશ્મીરમાં સરેઆમ આતંકવાદ પનપતો હતો. કાશ્મીરની મસ્જીદોમાં પાકિસ્તાનથી આવેલાંઓ બયાનબાજી કરતા હતા અને કાશ્મીરી લોકોને ભારત વિરુદ્ધ ભડકાવતાં હતાં. કાશ્મીરમાં સરેઆમ દેશનો રાષ્ટ્રધ્વજ બાળવામાં આવતો હતો અને ભારત વિરોધી નારાઓ પોકારાતા હતાં. કાશ્મીરનાં ભાન ભૂલેલા યુવાનો ભારતીય સેનાના જવાનો પર પથ્થરમારો કરતાં હતાં અને જવાનોને આ તોફાનીઓ પર હાથ ઊઠાવવાના આદેશ ન હતાં. ભારતીય સેના પર પથ્થરમારો કરનાર જવાનોને દરરોજનાં ત્રણસો રૂપિયા પાકિસ્તાન ચૂકવતું હતું અને આ યુવાનો બેફામ બનતાં હતાં. કાશ્મીરમાં ભારત જાણે લાચાર બની ગયું હોય તેવો માહોલ સર્જાઇ ગયો હતો કારણ કે સેના એક આતંકવાદીને મારતી હતી ત્યાં તો ૧૦ નવા આતંકવાદીઓ પેદા થતા હતાં. કાશ્મીરમાં ધર્મના નામે જે ઝેર લોકોમાં ભરવામાં આવ્યું હતું તેનો કોઇ ઉકેલ ન હતો. કાશ્મીરની જે શાંતિપ્રિય પ્રજા હતી તેને પણ આતંકીઓ ભારતવિરોધીઓ બનવા મજબૂર કરતાં હતાં. કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરમાન પાડયું હતું કે ભારતીય સેના કે પોલીસમાં કોઇએ ભરતી થવું નહીં. ભારતીય સેનામાં ભરતી થયેલાં કાશ્મીરી યુવાનોની સરેઆમ હત્યા કરાતી હતી. ડીએસપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીની કાશ્મીરમાં મસ્જીદની બહાર જ ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી. મામલો એ હદે બગડતો ચાલ્યો હતો કે કાશ્મીરમાં ભારતનું શાસન છે કે નહીં તે જ ખબર પડતી ન હતી. કાશ્મીરમાં અમરનાથની યાત્રાએ જતાં યાત્રાળુઓ પર દર વર્ષે હુમલા થતાં હતાં અને કાયમ એક ખૌફ હેઠળ યાત્રા યોજાતી હતી. કાશ્મીરનાં મુદ્દે કેન્દ્ર સરકારે જેટલું નરમ વલણ અપનાવ્યું તેટલો આતંકવાદ વધારે ફેલાતો ગયો.