કાશ્મીરના રાજકીય નેતાઓએ મુક્ત થયા બાદ કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી છે. ગુપકર ડેકલેરેશનના અમલ માટે હવે તેમણે પીપલ્સ એલાયન્સની સ્થાપના કરી હતી. શનિવારે નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાને આ ગઠબંધનના અધ્યક્ષપદે નિયુક્ત કરાયા હતા. પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીને ગઠબંધનના ઉપાધ્યક્ષ નિયુક્ત કરાયાં છે. સીપીએમના નેતા મોહમ્મદ યુસુફ તારિગામી ગઠબંધનના સંયોજક અને પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન પ્રવક્તા નિયુક્ત કરાયાં છે. ગઠબંધનના નેતાઓએ તેમના પ્રતીક તરીકે જમ્મુ-કાશ્મીરના ધ્વજને સ્વીકાર્યો છે. મહેબૂબા મુફ્તીના નિવાસસ્થાને ગઠબંધનની બેઠક બાદ સજ્જાદ લોને જણાવ્યું હતું કે, પીપલ્સ એલાયન્સ આર્ટિકલ ૩૭૦ નાબૂદ થયાના એક કરતાં વધુ વર્ષ દરમિયાન જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર એક મહિનામાં શ્વેત પત્ર જારી કરશે.