ભારત સાથેના રાજદ્વારી સંબંધો ઘટાડી નાખવાના પાકિસ્તાનનાં પગલાં પર તીવ્ર પ્રતિક્રિયા આપતા ભારતે ગુરુવારે જણાવ્યું હતું કે, કાશ્મીર પરના ભારતના નિર્ણય પછી ભારત સાથેના રાજદ્વારી અને વ્યાપારિક સંબંધો ઘટાડી દેવાના પોતાના નિર્ણયની પાકિસ્તાન સમીક્ષા કરે. બુધવારે પાકિસ્તાને ભારતના રાજદૂતને હાંકી કાઢી ભારત સાથેના સંબંધો ઘટાડવા સહિતનાં પગલાં માટેની પાંચ મુદ્દાની યોજના જાહેર કરી હતી.
પાકિસ્તાનને વિગતવાર જવાબ આપતા ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોના સંદર્ભમાં પાકિસ્તાને લીધેલા એકતરફી ચોક્કસ નિર્ણયોના અહેવાલો અમે જોયા છે. પાકિસ્તાનનાં પગલાં પાછળ ભારત સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોનું એક ચેતવણીજનક ચિત્ર રજૂ કરવાનો ઇરાદો છે.