કાશ્મીરની સ્થિતિ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપેલાં નિવેદનોનો પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને કરેલી અપીલમાં ઉપયોગ કરતા સર્જાયેલા વિવાદને ડામવા રાહુલ ગાંધીએ બુધવારે જણાવ્યું હતું કે, કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને તેમાં પાકિસ્તાન કે અન્ય કોઈ દેશનો હસ્તક્ષેપ ચલાવી લેવાશે નહીં. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હું ઘણા મુદ્દાઓ પર સરકાર સાથે અસહમત છું તે હકીકત છે તેમ છતાં મને સ્પષ્ટ કરી દેવા દો કે કાશ્મીર ભારતનો આંતરિક હિસ્સો છે અને પાકિસ્તાન કે અન્ય કોઈ દેશને તેમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. તેમણે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં હિંસા ચાલી રહી છે પરંતુ આ હિંસા પાકિસ્તાન દ્વારા ઉકસાવવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન હિંસાને સમર્થન આપી રહ્યો છે. પાકિસ્તાનને સમગ્ર વિશ્વ આતંકવાદના મુખ્ય સમર્થક તરીકે ઓળખે છે.